મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વણઝારા ગામે મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેરના વણઝારા ગામે રહેતા ચોથાભાઈ વાઢેરના પત્ની નીતાબેન ચોથાભાઈ વાઢેરએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.