હળવદ ટાઉનમા દિવ્યપાર્ક-01 ખાતે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. દિવ્યપાર્ક-01 ખાતે આરોપી વિનોદભાઈ કરશનભાઇ ચૌહાણે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-24 કિંમત રૂપિયા 8450નો મુદામાલ હળવદ પોલીસ ઝડપી પાડયો છે. જ્યારે આરોપી વિનોદભાઈ કરશનભાઇ ચૌહાણ રહે. હળવદ ટાઉનમા દિવ્યપાર્ક-01 વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.