મોરબી: સરતાનપર રોડ પર હેવી વીજલાઈન તુટીને ગેસ લાઈન પર પડતા લાગી આગ

Advertisement
Advertisement

મોરબીના સરતાનપર રોડ ઉપર હેવી વીજલાઇન તૂટીને ગેસ પાઈપલાઈન ઉપર પડતા આગ લાગી હતી. જોકે સમયસર ગુજરાત ગેસ કંપની દ્વારા મરામત કરી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. સરતાનપર રોડ ઉપર સ્વેલ સિરામીક સામે પસાર થતી હેવી વીજલાઇનનો જીવતો વીજ વાયર તૂટીને ગેસ લાઈન ઉપર પડતા પળવારમાં આગ લાગી હતી, જોકે ઘટનાની જાણ થતા તુરત જ ગુજરાત ગેસની ટીમે મરામત કાર્ય કરી આગ બુઝાવી મોટી દુર્ઘટના થતા અટકાવી હતી.