મોરબી: કોમન સર્વિસ સેન્ટરથી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા કારીગરો રજીસ્ટ્રેશન કરાવી શકશે

Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલ જારીયાએ કહ્યું કે, લોકપ્રિય વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પછાત વર્ગો, દિવ્યાંગો જેવા અનેક જાતિઓના કૌશલ્ય ધરાવતા બહોળા કારીગરો પોતાની કલાકારીગરીથી સ્વમાનભેર ધંધો રોજગાર ચલાવી શકે તે માટે સરકાર “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના” થકી આર્થીક સહાય આપશે. આ યોજના થકી દરજી વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિ કરણને પ્રોત્સાન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શુંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆત થી માંડી અંત સુધી અર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથીં તેમની સામાજીક,આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પ્રાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. હાલ મોરબી જીલ્લામાં રજીસ્ટ્રેશન ચાલુ હોય આ માટે કોમન સર્વિસ સેન્ટર(CSC)માથીં કારીગરો રજીસ્ટ્રેશન કરાવી સરકારની યોજના નો લાભ મેળવી શકે છે.