મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા પ્રસિદ્ધ માટેલિયા ધરા નજીકથી પોલીસે શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા તેમાંથી 24 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે 3.09 લાખના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગરના થાનગઢ ગામના યુવાનને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી માટેલ ગામે આવેલા પ્રસિદ્ધ માટેલિયા ધરા નજીકના પુલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તપાસ કરતા કાર ચાલક આરોપી મુકુંદભાઈ બાબુભાઇ શ્રીમાળી રહે. થાનગઢ, સુરેન્દ્રનગર વાળાના કબજામાંથી વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 9000 મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત 3.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.