મોરબી: હળવદ પંથકમાંથી 76 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વીજચોરી થઈ રહી હોવાની માહિતી મળતી ગુજરાત વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડીને લાખોની વીજચોરી ઝડપી પાડી છે. SRP ટીમને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રૂપિયાની વીજચોરી ઝડપાઈ છે. હળવદ પંથકમાં થઈ રહેલી વીજચોરીને લઇને વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં વીજ ચેકીંગ દરમિયાન ૩૦થી વધુ વીજ કનેક્શનમાં 76 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે. હળવદ ડિવિઝન સૌરાષ્ટ્રના 48 ડિવિઝનમાંથી વીજચોરીમાં પ્રથમ નંબરે આવે છે. તેથી GUVNL બરોડાની અલગ અલગ પેટા કંપનીની વિજિલન્સ ટીમો દ્વારા SRP ટીમને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. હળવદ તાલુકાના શક્તિનગર, સુખપર, ટીકર, ધનાળા સહિતના વિવિધ ગામોમાં 35 ટીમો દ્વારા વિજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ધનાળામા ચાલતા રેતીનાં વોસ પ્લાન્ટમાં સૌથી વધુ અધધ 46 લાખની વીજચોરી પકડાઈ હતી. અને કુલ મળીને 76 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી. આ વીજ ચોરીનો આંકડો હજુ પણ ઉચો જવાની શક્યતા સેવાઈ રહી છે.