મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાજપર ચોકડી ખાતેથી 02 ડિસેમ્બરના બાઈકની ચોરી થયેલી હતી. જેની તપાસ દરમ્યાન બાઈક ચોરનાર ઇસમ અનિલ કિશોરભાઇ હળવદીયા રહે. જામનગરવાળો હોવાની ચોક્કસ બાતમી મળેલ હોય જેના આધારે આરોપીના રહેણાંક ખાતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલનું મોટર સાયકલ જેના આર.ટી.ઓ રજી.નં.GJ-36-M- 0119 વાળુ આરોપી અનિલ કિશોરભાઇ હળવદીયા જામનગર ખાતેથી મળી આવતા આરોપીની પુછપરછ કરતા પોતે મોટરસાયકલ મોરબી ખાતેથી ચોરેલ હોવાની કબૂલાત આપતા આરોપીના કબ્જામાંથી બાઈક જેની કિમત રૂપિયા ૨૦,૦૦૦ ગણી ચોરીના ગુનામાં કબ્જે કરી આરોપી હાલે અસ્વસ્થ હોય જેથી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ મુદામાલનું બાઈક સોંપી વણ શોધાયેલ ગુનો શોધી કાઢવામાં મોરબી એલસીબીને સફળતા મળેલ છે.