ભાવિકજનોને ધાર્મિક લાભ લેવા આયોજન સમિતિનો અનુરોધ.

ટંંકારાના મેઘપર ઝાલા ગામે આવેલ રામદેવપીર ની જગ્યા કાળુબાપુ ના આશ્રમ ખાતે રામચરિત માનસ કથા નો પ્રારંભ તા.૨૦ ડિસેમ્બર થી થયો હોય કથા નુ શ્રવણ પાન કરવા આશ્રમ ના મહંત રવિરામબાપુ એ તમામ ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવ્યુ હોય ધર્મ લાભ લેવા જયપાલસિંહ અને દિગુભાએ અનુરોધ કર્યો છે.
ટંંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રામદેવપીર મંદિર, કાળુબાપુ ના આશ્રમ ખાતે તા.૨૦ ડિસેમ્બર ૨૩ બુધવાર થી રામચરિત માનસ કથા તથા સવરા મંડપ નો પ્રારંભ થયો છે. કથાના વક્તા તરીકે રામધન આશ્રમ ના પરમ પૂજ્ય સંત શ્રી રત્નેશ્ર્વરીદેવીજી ગુરૂ ભાવેશ્ર્વરીબેન કથાનુ રસપાન કરાવશે. કથાની રૂપરેખા મુજબ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યે વિરામ બાદ બપોરે ૩ થી સાંજે ૬ વાગ્યા સુધી રહેશે. જેમા, તા. ૨૦ મી એ સવારે ૮:૩૦ કલાકે નસીતપર ગામેથી રાહુલ નથુભાઈ કડીવારના ઘરેથી પોથી ની પધરામણી થઈ છે. તા.૨૧ મી એ
વંદના પ્રકરણ,તા. ૨૨ મી એ શિવ વિવાહ,તા.૨૩ના ભગવાન શ્રી રામ પ્રાગટ્ય મહોત્સવ, તા૨૪એ ભગવાનની બાળલીલા, તા. ૨૫ મી એ ભગવાન શ્રી રામ વિવાહ યોજાશે, તા. ૨૬ મી એ ભરત મિલાપ, તા.૨૭ મીએ રામેશ્વર સ્થાપના અને અંતિમ દિવસે તા. ૨૮ મી ડિસેમ્બરે ભગવાન શ્રી રામ રાજયાભિષેક સાથે કથા વિરામ લેશે. આશ્રમ તરફથી કથાપાન કરવા આવનારા ધાર્મિક લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ અને ધર્મ પરાયણ લોકો એ કથા શ્રવણ નો લાભ લેવા અનુરોધ કરાયો છે.