મોરબી: લગ્નની લાલચે થયું અપહરણ ! પોલીસે ગુનોહ દાખલ કર્યો

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બેલા આમરણ ગામ તેમજ જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાંથી અલગ અલગ બે બનાવોમાં બે સગીરાઓના લગ્નની લાલચે અપહરણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ છે.સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવાના પ્રથમ બનાવમાં મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલમેગા સિરામિક કારખાનામાં કામ કરતા શ્રમિકની 16 વર્ષ પાંચ મહિના ઉંમરની સગીર વયની દીકરીનું ગત તા.11/12/23ની રાત્રીના જુના ઘુંટુ રોડ ઉપરથી આરોપી સુનિલ રૂપાભાઈ ગમાર ઉ.19 રહે. લાલપુરા, ધાર, મધ્યપ્રદેશ વાળો લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના જુના બેલા આમરણ ગામે રહેતા પરિવારની 15 વર્ષની સગીર વયની દીકરીનું આરોપી હૈદર રાણાભાઈ જામ રહે.જુના બેલા આમરણ નામનો આરોપી ગત તા.21/10/23ના રોજ બપોરે 11 વાગ્યે ફાટસર ગામ આવેલ સુખદેવસિંહ બચુભા જાડેજાની વાડીએથી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ લગ્નની લાલચે બદકામ કરવાને ઈરાદે અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.