મોરબીમાં 25 ડિસેમ્બરના દિવસે નાતાલ નહીં પરંતુ હિન્દુ સંસ્કૃતિ અનુસાર તુલસી દિવસની ઉજવણી કરવાની પરંપરા મોરબી સાર્થક વિદ્યામંદિર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી 25 ડિસેમ્બરના સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં આઠમો તુલસી દિવસ ઉજવાશે. જેની ઉજવણીમાં તુલસી પૂજન, પ્રદર્શની અને સન્માન અર્પણ સહિતના કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી સવારે 9 થી 1 સુધી તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન અર્પણ, ઈન્સ્ટાગ્રામ અવેરનેસ, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન, આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરાશે.