શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબીમાં શનાળા રોડ પર અજંતા બંગલો ખાતે આવેલા જિલ્લા મધ્યસ્થ કાર્યાલયે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પુજીત અક્ષત કળશનું પૂજન કર્યું હતું. કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લા મધ્યસ્થ કાર્યાલયએ આવીને ભારતમાતાનું તથા શ્રી રામ ભગવાન અને અયોધ્યાથી આવેલી પુજીત અક્ષત કળશનું પૂજન કરી સાથે જ જવાબદાર વ્યક્તિઓ સાથે બેઠક કરી વિસ્તૃત માહિતી મેળવી હતી.