પુણ્યનું ભાથુ બાંધવાનો શ્રેષ્ઠ સમય કમૂર્તા ગૌસેવાનું વિશેષ મહત્વ રહેલું હોય જેમાં વાંકાનેર મહાકાળી સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા સ્વહસ્તે ચુરમાના લાડુ બનાવી ગૌમાતાને ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું
કમુરતાના સમયગાળા દરમિયાન સુર્યની ગતિ મંદ થવા લાગે છે, એટલે આ મહિનામાં સુર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આ મહિનામાં આવતી એકાદશી પણ ખાસ કરવી જોઇએ. કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઇએ. ધાર્મિક યાત્રા કરવી જોઇએ. બ્રાહ્મણ, ગુરૂ, ગાય અને સાધુ-સંતોની સેવા કરવી જોઇએ. જ્યારે ગૃહ પ્રવેશ કે લગ્ન જેવાં કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર , પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઇ નવી વસ્તુની ખરીદી વગેરે જેવાં કાર્યો કમુરતામાં કરવામાં આવતાં નથી. ત્યારે વાંકાનેરની ભાટિયા સોસાયટી સ્થિત મહાકાળી મહિલા સત્સંગ મંડળ દ્વારા ખાસ કરીને ગાયો માટે પાંજરાપોળ અને લાડુ બનાવી ગાયોને ખવડાવવા માટેનું રસોડું સ્વયં સત્સંગ મંડળની બહેનો કરી રહ્યા છે. મહિલા મંડળ દ્વારા વર્ષ દરમ્યાન આવા અનેક પુણ્યના કાર્યો કરવામાં આવી છે જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ મહિલા સત્સંગ મંડળ દ્વારા ૫૦ કિલો ઘઉં નો લોટ , તેલ અને ગોળ દ્વારા મંડળની મહિલાઓ દ્વારા કમુરતા બેસતા જ ગાયોને ખવડાવવાથી કમૂર્તામાં ગાયોનું ખાસ મહત્વ રહલું હોવાથી વિશેષ પુણ્યનું મહત્વ છે તેના અનુસંધાને આવું આયોજન દર વર્ષે યોજવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા ગૌશાળા અને પાંજરાપોળ તથા માલિકી વગરની ગાયો જે હોય તેને મહિલા મંડળની બહેનો સ્વયં સાથે જઈ ચુરમાના લાડુ ખવડાવે છે.
સત્સંગ હોલ ખાતે મહિલા મંડળ ની મહિલાઓ દ્વારા એકત્ર થઇ સ્વહસ્તે ચુરમાના લાડુ બનાવવામાં આવેલ અને શહેરની પાંજરાપોળ , ગૌશાળા તેમજ રેઢિયાળ ગાયોને લાડુ ખવડાવ્યા હતા. અને શાસ્ત્રમાં જણાવ્યા મુજબ એક ગણું દાન કરી સહસ્ર ગણું પુણ્ય કમાવવાનો અવસર પ્રાપ્ત કરેલ.