મોરબી: રફાળેશ્વર GIDC વૈશાલી ઈન્ડસ્ટ્રીઝ સામે આવેલી મારૂતિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં ચોરી

Advertisement
Advertisement

 

મોરબીની રફાળેશ્વર GIDC વૈશાલી ઇન્ડસ્ટ્રીઝ સામે પ્લોટ નં-૧૩૦માં આવેલી મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી રૂપિયા ૧૨,૧૦૦ના મતાની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ફરાર થઈ ગયો હોવાની મોંરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબી આલાપ સોસાયટી નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણકુમાર ભાણજીભાઈ સંઘાણીએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, 14 ડિસેમ્બરના રાતના ફરિયાદીની માલીકીની મારૂતી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલા રીલાયન્સ કંપનીનું-૧૬ કીલોનું એક ગેસ સીલીન્ડર કીમત રૂપિયા ૧૫૦૦ તથા ઇન્ડેન કંપનીના બે ગેસ સીલીન્ડર કીંમત રૂપીયા ૬૦૦૦ તેમજ દુકાનના ગલ્લામાં રાખેલા રોકડ રૂપીયા ૪૬૦૦ મળી કુલ કીંમત રૂપીયા ૧૨,૧૦૦ની મત્તાની ચોરી કરી લઇ ગયો હતો. જેની ભોગ બનનાર અરૂણકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.