મોરબી: લાતી પ્લોટમાં એરએક્ષ કારખાના પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૦૭ એરએક્ષ કારખાનાની પાસે જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. એરએક્ષ કારખાનાની પાસેથી આરોપી હિરેનભાઈ ચંપકલાલ સોલાણી, મહેંદ્રભાઈ દેવજીભાઈ ચૌહાણે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિંમત રૂપિયા ૫૭૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.