મોરબીના નવલખી રોડ પરથી ઈંગ્લીશ દારૂની 552 બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી સીટી બી ડિવીજન પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે નવલખી રોડ મોરબી ખાતેથી આરોપી હરેંદ્રસિંહ ઉર્ફે ભુરો કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા શ્રધ્ધાપાર્ક સોસાયટીમાં, યમુના સોસા.ની બાજુમા, નવલખી રોડ મોરબી મુળગામ- મોટા દહીસરા તા.માળીયા જી.મોરબીવાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ-552 કિંમત રૂપિયા ૧,૮૪,૨૦૦નો મુદામાલ સાથે આરોપીને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.