મોરબી: હળવદ શહેરમાં ત્રણ જગ્યાએ જુગારીઓ પર ત્રાટકી પોલીસ

Advertisement
Advertisement

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પોલીસે ગઈકાલે જુગારીઓ ઉપર તવાઈ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં બે વરલી મટકાના જુગાર અને જાહેરમાં તીનપતિ રમતા એક શખ્સને ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા. હળવદ પોલીસે પ્રથમ દરોડામાં શહેરના વિનોબા ગ્રાઉન્ડની બાજુમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી નરેશભાઈ જગદીશભાઈ પરમારને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1100 સાથે ઝડપી લીધો હતો. આ સાથે જ ચોત્રાફળી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પલો હાથ ન લાગતા રોકડા રૂપિયા 7050 કબ્જે કરી બન્ને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે ત્રીજા દરોડામાં હળવદ પોલીસે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઈ બચુભાઇ કુરિયાને રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન આરોપી અરવિંદભાઈ કોળી અને રહીમ નામનો આરોપી નાસી જતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.