મોરબી: સગીરાને ઈશારો કરી તેનો હાથ પકડી છેડતી કરનાર ઈસમ સામે નોંધાઈ ફરિયાદ

Advertisement
Advertisement

મોરબીમાં સગીરાને ઈશારો કરી હાથ પકડી છેડતી કરી તેના ઘરમાં લઈ જવાની કોશિશ કરનાર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મોરબીમાં રહેતી સગીરાની માતાએ આરોપી જસવંતભાઈ જગજીવનભાઈ રાવલ રહે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગતકાલે ફરીયાદીની સગીરવયની દીકરી આરોપીએ હાથનો ઇશારો કરી બોલાવી હાથ પકડી તેના છેડતી કરી તેમના ઘરમાં લઈ જવાની કોશિષ કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.