મોરબીમાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. અવાર નવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ત્રાજપર ચોકડી પાસેથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. તારીખ 2ના રોજ રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા ડેનીશભાઈ મનસુખભાઈ સાપરીયાનું કિંમત રૂપિયા 20 હજારનું બાઈકની ચોરી થતા તેમણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.