એક સમય એવો હતો કે, દર્દીઓ ડોકટરને ભગવાન માનતા હતા. પણ કાળક્રમે દર્દી અને ડોકટર વચ્ચેના વ્યવહારમાં બદલાવ આવ્યો, દર્દીઓનો ડોક્ટર વચ્ચેના અહોભાવમાં ઓટ આવી છતાં પણ ખારા જળમાં મીઠી વીરડી સમાન એક પ્રસંગ સામે આવ્યો છે. જેમાં મોરબીના શિક્ષણ અગ્રણી દિનેશભાઈ વડસોલાનો પુત્ર ડો.તરૂણ વડસોલા હાલ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ખાતે આઈ સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે, એમની પાસે હંસાબેન માંકડીયા નામના દર્દી મોતિયાનું ઓપરેશન કરાવે છે. ડો.તરૂણના કામથી, વર્તનથી તેઓ ખુબજ ખુશ થયા અને ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરતી એમની દિકરી સરિતાને તરૂણના વર્તન, વ્યવહાર અને નિષ્ણાંત ચિકિત્સક વિશે વાત કરે છે, અને એ સરિતા પટેલ ડો.તરૂણ વડસોલાની કામગીરીને બિરદાવતો ઈ-મેઈલ રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સ્વામીજી પર ઓસ્ટ્રેલિયાથી મોકલીને ડોકટરની કદર કરેલ છે.
ઈમેઈલમાં તેઓ લખે છે કે, હું ઓસ્ટ્રેલિયાથી હંસાબેન મકડિયાની પુત્રી છું. જે તમારા દર્દીમાંથી એક છે જેની મોતિયાની સર્જરી તમારા દ્વારા કરવામાં આવી છે. તમારી સખત મહેનત વિશે તમારા વિશે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ લખવા માટે મારી માતા ખૂબ જ ખુશ, સંતુષ્ટ અને ઉત્સાહિત હતી. મારી માતાની સર્જરી દરમિયાન અમે તમારા સમર્થન અને સુંદર સ્વભાવની ખૂબ પ્રશંસા કરીએ છીએ. તેમણે કહ્યું કે હું માત્ર ડૉ.તરુણને જ પસંદ કરું છું અને બીજું કોઈ નહીં. તમે મારી માતાની આંખો માટે જે કર્યું છે તેના માટે આભાર. તેણીએ એ પણ ઉલ્લેખ કર્યો કે તમે ખૂબ જ આદરણીય અને દયાળુ છો અને દરેક ડૉક્ટર તમારા જેવા હોવા જોઈએ. કોઈપણ દર્દી માટે તમે ભગવાન સિવાય બીજું કોઈ નથી કે જેનું અમે વર્ણન કરી શકતા નથી. અમે તમને તમારા ભવિષ્યની તમામ સફળતા સાથે અમારા હૃદયના તળિયેથી આશીર્વાદ આપીએ છીએ.