મોરબી PGVCL શહેર પેટા વિભાગ-૨ હેઠળના સીટી ફીડરમાં તારીખ ૧૭ને રવિવારે સવારે ૦૭:૩૦ થી બપોરે ૦૨:૩૦ કલાક સુધી સમારકામ કરવાનું હોવાથી વીજપુરવઠો બંધ રહેશે. જેથી ફીડર હેઠળ આવતા જજ બંગલો, કલેક્ટર બંગલો, ખાટકીવાસ, મોચી શેરી, ખાખરેચી દરવાજા, ભરવાડ શેરી, મેમણ શેરી, કુબેરનાથ રોડ, લુહારશેરી, ગેસ્ટ હાઉસ રોડ,પરા બજાર, કડિયા કુંભાર શેરી, શુભાસ રોડ,નાસ્તા ગલી, નેહરૂ ગેટ, થી ગ્રીનચોકનો વિસ્તાર, કાપડ બજાર, લુવાનાપરા,સિપાઈ વાસ, જેલ રોડ, લખધીરવાસ, તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે જેની ગ્રાહકોએ નોંધ લેવા જણાવ્યું છે.