મોરબી: વઘાસિયા નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર

Advertisement
Advertisement

મોરબીના વાંકાનેરના બહુચર્ચીત નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે સતત બાર દિવસ પછી પણ પોલીસના હાથે એકપણ આરોપી લાગ્યા નથી. અને બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓએ આગોતરા જામીન મેળવવા માટે નામદાર મોરબી કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાંકાનેર શહેર નજીક વઘાસિયા પાસે સરકારી ટોલનાકાની બાજુમાં જ નકલી ટોલનાકા ઉભું કરી ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હોય, જેમાં આ પ્રકરણમાં આરોપી ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાએ આગોતરા જામીન મેળવવા નામદાર મોરબી કોર્ટમાં અરજી કરતા મોરબી કોર્ટ દ્વારા બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. જોકે આ બનાવના બાર દિવસ પછી પણ હજુ સુધી પોલીસ દ્વારા એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.