શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય (અજંતા બંગલો, શનાળા રોડ, મોરબી) સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી જયંતીભાઈ ભાડેસીયાજી સહપરિવાર સાથે કાર્યાલયે પધારી ભારતમાતાનું તથા શ્રી રામ ભગવાનનું અને અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કરવામાં આવ્યું હતું. જવાબદાર વ્યક્તિઓ સાથે બેસી અભિયાનના આયોજન વિશેની વિસ્તૃત માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.