મોરબી: PGVCL શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતું ૧૧ કેવી હોસ્પિટલ ફીડરમાં આવતીકાલે વીજપુરવઠો બંધ રહેશે

Advertisement
Advertisement

મોરબીમાં આવતીકાલે રવિવારના રોજ નવા કામની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૮:૦૦ થી બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.