વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતી પરિવારના આગેવાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. જેમા લઘુમતી પરિવારના આગેવાનોને રાજકીય કિન્નાખોરીથી અલગ અલગ રાખી તાલુકા, જિલ્લા કે ધારાસભાની ચૂંટણીઓ વખતે જૂથબંધી કરાવી લઘુમતી સમાજના મતોનો ઉપયોગ કરી પોતાના લક્ષ્ય પાર પાડી ચૂંટણીઓ જીત્યા બાદ એજ લઘુમતી આગેવાનોને સાઈડ લાઈન કરી દેવામાં આવતા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જ્યારે એજ લઘુમતી આગેવાનો દ્વારા સીટો જીતાડવા માટે અનેક કાવાદાવાઓ કરવામાં આવતા હોય જેનો સિધો કે આડકતરી રીતે વફાદારી પૂર્વક ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવામાં આવતો તેમ છતાં નોંધ લેવામાં ન આવતી હોવાથી આજના સ્નેહ મિલનમાં તમામ લઘુમતી ભાજપના આગેવાનોને ભાગલા પાળો અને રાજ કરોની અગ્રેજ નીતિથી ઉપર ઊઠી એક થવા હાંકલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટું સંમેલન પણ યોજવામાં આવશે તેવી પણ જાહેરાત આજના સ્નેહ મિલનમાં કરવામાં આવી છે.