મોરબી: વાંકાનેરના માહિકા-હોલમઢ વચ્ચે દીપડાના આંટાફેરા

Advertisement
Advertisement

વાંકાનેર પંથકમાં અવારનવાર જંગલી પ્રાણીઓ આવી જતા હોય છે. ત્યારે ફરી એકવાર વાંકાનેરના મહિકા-હોલમઢ વચ્ચે દીપડો જોવા મળ્યો હતો માલધારીના વાછરડાનો શિકાર કરી તેનું મારણ કર્યું હતું. અલબત્ત વાછરડાનું મારણ કરતી વેળાએ વાછરડાંની મરણચીસો ગુંજી ઉઠી હતી. જેને પગલે નજીકમાં રહેલો માલધારી પરિવાર ત્યાં દોડી આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં વાછરડાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું અને દિપડો નાસી ગયો હતો. વાછરડાના મોતને પગલે માલધારી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. માલધારી પરિવારના પશુધનના મોતને મામલે તેને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવશે તો વન વિભાગે દીપડાને પાંજરે પૂર્વ માટે કવાયત હાથ ધરી છે તેમ RFO પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું. દીપડાના આગમનને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.