હળવદ તાલુકાના ટીકર ગામના વતની અને મીયાણી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ દેથરીયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમને પોતાના જન્મદિવસ પર મીયાણી ગામની પ્રાથમિક શાળાની 110 બાળાઓને નાકમાં પહેરવાનો સોનાનો દાણો આપ્યો હતો. તેમના આ સરાહનીય કાર્યને શાળા પરિવાર તથા ગામલોકો દ્વારા વધાવવામાં આવ્યું હતું. શિક્ષક રાજુભાઈ સ્વભાવે સરળ વ્યક્તિત્વના અને નિખાલસ સેવાભાવી છે. તેઓ આ કાર્ય દ્વારા અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડે છે. ત્યારે રાજુભાઈના જન્મદિવસ પર શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગામલોકોએ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.