મોરબી: મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હોય ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના ASIને બાતમી મળી હતી કે, મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી રહે. મુળ બંડુઆ, ઉત્તરપ્રદેશ વાળા વલસાડ, સેલવાસ તરફ હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જેના આધારે પોલીસ ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે (શાસ્ત્રી) મળી આવતા તેને હસ્તગત કરી મારામારીના ગુનામા અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.