PGVCL કર્મચારીઓ દ્વારા વીજ સંરક્ષણ અને વીજ સલામતી બાબતે વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ
વાંકાનેર : વાંકાનેર PGVCL કચેરી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ અને સલામતી દિન અંતર્ગત શ્રી ભાટિયા સોસાયટી કન્યાશાળામાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિબંધ લેખન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ . ઉજવણી કાર્યક્રમમાં શાળાની 76 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતુ. આજના કાર્યક્રમમાં ડિવિઝન ઓફિસના જુનિયર એન્જિનિયર સરવૈયા , દેત્રોજા , મોટાણી સહિતનો સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને વીજ સંરક્ષણ અને વીજ સલામતી બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અતુલભાઇ બુદ્ધદેવ દ્વારા PGVCL કચેરીનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.