હળવદમાં શુભ ચોઘડિયામાં ઉમા કન્યા છાત્રાલય ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગત જનની માં ઉમિયાજીના મંદિરનું ભૂમિપૂજન છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શુભ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પાટીદાર સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. મૂળ નવા દેવળીયાના વતની અને હાલ અડાલજ ગાંધીનગર ખાતે રહેતા સવજીભાઈ વિડજાએ પોતાની પરસેવાની કમાણીમાંથી 5,11,000 (પાંચ લાખ અગિયાર હજાર) જેવી માતબર ધનરાશી અર્પણ કરી હતી. સવજીભાઈ વિડજાની આ દાનવીરતાને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધી હતી.