શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે શિક્ષક વિજયભાઈ સન્માન

Advertisement
Advertisement

 

શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા દર વર્ષે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારનું પ્રતિભાશાળી સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. ત્યારે શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન આદરણીય વડિલ ચીમનભાઈ સાપરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સન્માન તેમને રાજ્યના બેસ્ટ ટીચર તરીકેનો એવોર્ડ-2022 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાપ્ત થતાં કરવામાં આવ્યું હતું. વિજયભાઈને અત્યાર સુધીમાં 12 એવોર્ડ અને 48 સન્માન પ્રાપ્ત થયા છે. તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવા બદલ સમગ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના તમામ ટ્રસ્ટીગણ અને પાટીદાર પરિવારોને આભાર વ્યક્ત કર્યો હતો.