મોરબી: સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતા લાપતા થતા પોલીસને જાણ કરાઈ

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી શિવપાર્કમાં રહેતી ૨૫ વર્ષીય પરિણીતા ઘરેથી કોઈને કહ્યાં વિના જતી રહી છે. જેથી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મૂળ મહુવા તાલુકાના ટીટોડીયા ગામના વતની અને હાલ ભાગ્યલક્ષ્મી સોસાયટી શિવપાર્કમાં રહેતા મહેશભાઈ જાદવે પોલીસ મથકમાં જાણ કરી છે કે તેના પત્ની હિરલબેન જાદવ વાળા ગત તારીખ ૨૫ ઓક્ટોબરના રોજ બપોરના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે અને આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુમસુદા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.