મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. જેમાં માળીયા તાલુકાના નવા અંજીયાસર ગામે યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે. હસીનાબેન અબ્દુલભાઇ માણેક રહે. નવા અંજીયાસર વાળા પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.