મોરબીના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડૂબી જતા શ્રમિક યુવાનનું મોત થયું હતું. ચાર કલાક સુધી ફાયર ટીમે શોધખોળ કર્યા બાદ મૃતદેહ જ હાથ લાગ્યો હતો. ઉંચી માંડલ ગામ નજીક એકોર્ડ પ્લસ સિરામિક નજીક કેનાલમાં એક યુવાન ડૂબ્યો હતો. ફાયર ટીમને કોલ મળતા તરવૈયાઓની ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. જોકે ચાર કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર પાસેથી મળતી માહિતી મુજબ મૃતક રતિલાલ યાદવ હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પરિવારને સોપવામાં આવ્યો હતો