મોરબી: હળવદના પંચમુખી ઢોરામાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

Advertisement
Advertisement

હળવદ શહેરના પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસને બાતમી મળી હતી કે, હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળ બીજી શેરીમાં મહિલા ઈંગ્લીશ દારૂનુ વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે રેઈડ કરતા મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સોનું આશીફભાઈ મીરના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ-18 કિંમત રૂપિયા ૧૮૦૦નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.