મોરબી: સામાકાંઠા વિસ્તારમાં બે જુગાર રેઈડમાં 5 જુગારીઓ ઝડપાયો

Advertisement
Advertisement

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં જુગારધામ પર રેઈડ કરી હતી. જેમાં ઇન્દિરાનગર અને શક્તિનગરમાં બે અલગ અલગ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપાયા હતા. જેમાં પ્રથમ દરોડામાં મોરબીના ઈન્દીરાનગર નજીક મંગલમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા હાજીભાઈ ઉમરભાઈ જામ અને શાકિરઅલી રમજાનઅલી શેખને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2020 કબ્જે કર્યા હતા. આ સાથે જ બીજી રેઈડમાં માળીયા હાઇવે ઉપર શક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સાઉદીનભાઈ ઓસમાણભાઈ કટિયા, જુસબભાઈ મામદભાઈ મોવર અને ગુલામહુસેન અભરામભાઈ મોવરને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4,420 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.