મોરબી સબ જેલ ખાતે જેલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતુ. મોરબી સીવીલ હોસ્પિટલના સહયોગથી મોરબી સબ જેલ ખાતે જેલમાં બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર, પી.એમ.ચાવડા, અને જેલ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.