મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ટર્મ પુરી થતા આગામી 22 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

Advertisement
Advertisement

મોરબી બાર એસોસિએશનના હોદેદારોની ટર્મ પુરી થતા આગામી 22 ડિસેમ્બરે નવી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી યોજાશે. પ્રમુખપદ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારો, સેક્રેટરી માટે 2 ઉમેદવારો અને જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો અને કારોબારી સભ્ય માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 530 જેટલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે અને ચૂંટણી અધિકારી તરીકે રાજેશ બદ્રખિયા, ભાવેશ ભટ્ટ, જય પરીખ ફરજ બજાવશે. પ્રમુખ પદ માટે દિલીપભાઈ અગેચણિયા, જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રાણલાલ માનસેતા, દેવજીભાઈ પરમાર, ઉપપ્રમુખ પદ માટે પ્રકાશભાઈ વ્યાસ, તેજશકુમાર દોશી, સેક્રેટરી તરીકે રવિભાઈ કારીયા, વિજયભાઈ શેરસિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉદયસિંહ જાડેજા, કલ્પેશભાઈ શંખેસરિયા, વિવેકભાઈ વરસડા તેમજ કારોબારી સભ્યો પ્રદીપભાઈ કાટીયા, રહીશભાઈ માધવાણી, ઋષભભાઈ મહેતા, કરમશીભાઈ પરમાર, સાગરભાઈ પટેલ, બ્રિજરાજસિંહ ઝાલાએ દાવેદારી નોંધાવી છે. આ ફોર્મ ભરાયા અને ચકાસણી તેમજ ફોર્મ પરત ખેંચાયા સહિતની તમામ કામગીરી બાદ ચૂંટણીના તમામ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે.