આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયા, જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર, માળીયા મી અને મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરતા તથા માળીયા(મી.)ની પ્રજાને સાથે રાખી આજે માળીયા (મી.)ની પ્રાથમિક જરૂરીયત જેવી કે, રોડ રસ્તા, સારૂ આરોગ્ય, મફત સારૂ શિક્ષણ તથા બસ સ્ટેશન, મામલતદાર કચેરીનું નવિનીકરણ કરવા સહિતની બાબતે આવેદન આપવામાં આવેલ છે. માળીયાને નગરપાલિકા બનાવવામા આવેલ છે પરંતુ ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન તથા સરકાર દ્વારા આપવામા આવતી નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર દ્વારા કરવામા આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી જ્યાં અન્યાય થતો હશે તેમની સાથે હરહંમેશ રહેશે. આ સાથે જ આ સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.