મોરબી કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર વિદ્યાર્થીનીને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. મોરબીના જેપુર ગામે રહેતી બંસીબેન જીતેન્દ્રભાઈ ધમાસણીએ આરોપી ડમ્પર નંબર જીજે-12-બીઝેડ-8442ના ચાલક સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 13 ડિસેમ્બરના બપોરના એક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેમના બહેનપણી જસ્મીતાબેન મોરબી પી.જી.પટેલ કોલેજમાં પરીક્ષા આપવા માટે બાઈક પર જઈ રહ્યાં હતા. ત્યારે મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે રોડ પર પંચાસરા ચોકડી તરફથી ડમ્પર નંબર જીજે-12-બીઝેડ-8442નો ચાલક પોતાનું ડમ્પર બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી નીકળ્યો હતો. અને ફરિયાદીના બાઈકને અડફેટે લેતા તેઓ નીચે પડી ગયા હતા. જેમાં ફરીયાદી બંસીબેનને જમણા હાથમા તેમજ જમણા પગમા મુંઢ ઈજાઓ પહોંચાડેલ તેમજ જસ્મીતાબેનને માથામા તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય જેથી ભોગ બનનાર બંસીબેને આરોપી ડમ્પર રજી નં. જીજે.૧૨.બી.ઝેડ.૮૪૪૨ નો ચાલક વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.