મોરબી: વાંકાનેરના માટેલ ઢુંવા રોડ પર ફેક્ટરીમાં પડી જતા શ્રમિકનું મોત

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ફેક્ટરીઓમાં વારંવાર અકસ્માતે મોતના બનાવો સામે આવે છે. ત્યારે માટેલ ઢુંવા રોડ પર વધુ એક શ્રમિકનું પડી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર આવેલી ઈટકોસ ફેક્ટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક રાજેશકુમાર હુલસી વર્માનું ઉંચાઈ પરથી પડી ગયા હતા. જે બાદ તેમની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. જેને લઈને મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.