મોરબી: બગથળા ગામે ફેક્ટરીમાં લાગેલી આગમાં ખુલાસો, થર્મોપેક ફાટ્યું હોવાનું આવ્યું સામે

Advertisement
Advertisement

મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં ગઈકાલે ઓઈલને ગરમ કરવા માટેનું થર્મોપેક ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટનામાં વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી, હિતેશ મનસુખભાઇ ડેડકીયાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મોરબી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે થર્મોપેકના રીપેરીંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મોરબી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા આ ગંભીર બનાવ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી બોઇલર નહીં પરંતુ થર્મોપેક યુનિટ ફાટ્યું હોવાનો ખુલાસો કર્યો હતો.