મોરબી: જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ આગામી 17 ડિસેમ્બરના યોજાશે

Advertisement
Advertisement

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા, સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા તેમજ સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ની તાલુકા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ હવે જિલ્લા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા આગામી ૧૭ તારીખના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સાર્થક વિદ્યામંદીર-મોરબી ખાતે યોજાશે. જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં તમામ પ્રથમ વિજેતા સ્પર્ધક તથા સિધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાના સ્પર્ધકોએ ૧૭ ડિસેમ્બરના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સાર્થક વિદ્યામંદીર-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.