મોરબીના જાંબુડિયા ગામની સીમમાં પરિણીતાએ આપઘાત કરી લીધો છે. જાંબુડિયા ગામની સીમમાં આવેલી નીલકંઠ ફેક્ટરીમાં રાધાબેન મુકેશભાઈ દાણા નામની મહિલાએ આપઘાત કરી લીધો છે. મૂળ ભાવનગર જિલ્લાના વતની રાધાબેને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને લઈને મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.