મોરબીના ઘુંટુ રોડ પર આવેલા સિમ્પોલો સિરામિક સામે શાકભાજીના થળા પાસે રમતા શ્રમિક પરિવારના બાળકને બાઈક ચાલકે અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા સોફાઈ ગોડાઉનની ઓરડીમાં રહેતા અને મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાના વતની કરશનભાઈ કાળુભાઈ ડફેરના પુત્રને તારીખ 4ના રોજ બાઈક નંબર જીજે-36-એજી-0778ના ચાલકે સિમ્પોલો સિરામિક સામે શાકભાજીના થડા પાસે બાળકને અડફેટે લેતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી ખસેડાયો હતો. અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તારીખ 7ના રોજ બાળકનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ બાઈક ચાલક નાસી જતા મૃતક બાળકના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.