મોરબી: સર્કીટ હાઉસ સામેથી 12 ચોરાઉ મોબાઈલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, આરોપી રાકેશ ભુપતભાઈ સકેરા રહે. સામાકાંઠા મોરબી વાળો સિરામીક એકમોમાં મજૂરી કામ કરતા અને મજૂરની ઓરડીમાંથી માણસોની નજર ચૂકવી ચોરી કરીને મેળવેલા મોબાઈલ સાથે પસાર થવાનો છે. જે બાતમીના આધારે મોરબી સર્કિટ હાઉસ સામે રોડ પર વોચ ગોઠવતા રાકેશ ભુપતભાઈ સકેરા મોબાઈલ ફોન સાથે મળી આવ્યા હતા. જેની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-12 મળી આવ્યા હતા. આ સાથે જ એક બાઈક નંબર જીજે-27-એક્યુ-4982ના કાગળો અને આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા તેને મોરબી એલસીબી કચેરીએ લાવી મોબાઈલ ફોન બાબતે કડક પૂછપરછ કરી હતી. અને મોબાઇલ ફોન નંગ-૧૨ કિમત રૂપિયા ૮૧,૦૦૦ તથા બાઈક મળી કુલ રૂપિયા ૯૧,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.