મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા કરમણભાઈ ખીમાભાઈ બાંભવા પોતાના પશુઓ લઈને સીમમાં ચરાવવા ગયા હતા. આ દરમિયાન આરોપીઓને સારુ નહીં લાગતા આરોપી પોપટભાઈ કરમશીભાઈ સાપરા, ભકાભાઈ પોપટભાઈ, વીહાભાઈ માધાભાઈ સાપરા, રવજીભાઈ પોપટભાઈ સાપરા અને દર્શનભાઈ ચોથાભાઈ સાપરાએ ફરિયાદી કરમણઊાઈ તથા સાહેદ રણછોડભાઈ સાથે બોલાચાલી કરી હતી. અને તેમને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેને લઈને તેમને વાંકાનેર તાલુકા પોલીસ મથકે પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.



