મોરબીમાં PGVCL દ્વારા ઊર્જા બચત જાગૃતિ કેળવવા અને ઊર્જા બચતનો સંદેશ ગ્રાહકો સુધી પહોંચાડવા તારીખ 11 થી 16 ડિસેમ્બર સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત તારીખ 14 ડિસેમ્બરના પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સવારના 9:30 વાગ્યા પાવર હાઉસ કમ્પાઉન્ડથી ગેંડા સર્કલ, મયુરપુલ ત્યાંથી નગર દરવાજાથી રવાપર રોડ અને ત્યાંથી નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલએ પૂર્ણ થશે. આ રેલીમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ કરવામાં આવશે. તેમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે.



