વાંકાનેરમાં છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે લોક સેવા કરતા મુળજીભાઇનો આજે તા. ૧૧.૧૨.૨૦૨૩ નાં રોજ ૭૪ મા વર્ષના પ્રવેશ દિવસે પણ લોકસેવા યજ્ઞ ચાલુ રાખી જન્મ દિવસની ઉજવણી કરી લાભાર્થીઓએ ઋણ સ્વીકાર કરવા સન્માનિત કરાયા
વાંકાનેર : શહેર તથા તાલુકાના સેવાભાવી મૂળજીભાઈ ગેડિયાએ આજે ૭૪ મા વર્ષમાં પ્રવેશ કરેલ છે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના કાર્યાલય ખાતે આવેલ સેવા કેન્દ્રમાં ઉજવવામાં આવ્યો હતો. તેમને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં કાર્યકર્તા અને લાભાર્થી બહેનોએ હાજરી આપેલ અને શુભેચ્છા પાઠવેલ.
મૂળજીભાઈ ગેડિયા ૪૦ વર્ષથી પણ વધુ સમયથી સમાજ સેવા કરે છે સમાજમાં સામાજિક જાગૃતિ માટે સરકારી કચેરીઓ મારફત અવારનવાર પછાત વિસ્તારમાં માર્ગદર્શન સીબીરોનું આયોજન કરે છે જેમાં નશાબંધી, આરોગ્ય કેમ્પ, સમાજ કલ્યાણ ખાતા તરફથી વિવિધ યોજનાની માહિતી માટે સીબીરો રાખવામાં આવે છે તેમ જ રાષ્ટ્રીય નેતાની જન્મ જયંતીઓ ઉજવે છે મોરબી જળ હોનારત, ભૂકંપ વખતે ગરીબ કુટુંબ માટે સંસ્થા દ્વારા રસોડા ચાલુ કરાવેલ પછાત વિસ્તારમાં કોરોના વખતે ગરીબ કુટુંબ અને વિધવા બહેનોને દાતા તરફથી રસોડા અનાજની કીટનું વિતરણ કરેલ હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી તરફથી જે ગરીબો માટેની સમાજ કલ્યાણની અનેક યોજના બહાર પડેલ છે તેનો લાભ છેવાડાના ગરીબો વંચિતો પછાત વર્ગના લોકોને લાભ મળે તે માટે હર હંમેશ તૈયાર હોય છે,
હજારો કુટુંબોના લાભાર્થીઓને વિનામૂલ્ય ફોર્મ ભરી લાભ અપાવે છે હાલ સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના ભાજપ કાર્યાલય ખાતે મૂળજીભાઈ સેવા કેન્દ્રમાં બેસીને સરકારશ્રીની વિવિધ યોજનાના ફોર્મ ભરી આપે છે મૂળજીભાઈ નગરપાલિકામાં સભ્ય તરીકે બેવખત ચૂંટાયા હતા. તેમજ જિલ્લા અને શહેરની સરકારી સમિતિમાં સભ્ય તરીકે સેવા આપેલ છે અને વાંકાનેર ભાજપ સંગઠન તથા સમાજની વિવિધ સંસ્થાઓમાં રહી સેવાકીય કાર્ય કરે છે.
સેવા કેન્દ્રના માધ્યમથી શહેર તથા તાલુકાનાં હજારો અશિક્ષિત તેમજ સરકારી કચેરીના અજાણ્યા લોકો માટે મુળજીભાઇ દ્વારા દરેક યોજનાઓનો લાભ અપાવે છે અને તેને લગતી ફોર્મ ભરવા થી માંડી કચેરીએ જમાં કરાવવાનું કામ પણ કરી આપે છે. હાલ વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદનાં કાર્યાલય ખાતે સેવા કેન્દ્ર કાર્યરત છે જે વિવિધ સરકારની યોજનાઓ નો લાભ ઈચ્છતા તમામ લોકો કાર્યાલય ખાતેથી માર્ગદર્શન માટે આવે છે અને મુળજીભાઇ દરેક યોજનાઓના ફોર્મ વિના મૂલ્યે વિતરણ કરે છે અને જરૂરિયાતમંદ લોકોને લાભ મળે ત્યાં સુધી સાથ સહકાર આપે છે. આજે ૭૪ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે પણ દિવસભર સેવા યજ્ઞ ચાલુ રાખી સમાજને પ્રેરણા પૂરી પાડે છે.


(વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ દ્વારા મુળજીભાઇ ની સેવાને બિરદાવી હતી તેની ફાઈલ તસવીર)