વાંકાનેર તાલુકાના લુંણસર ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં મકાનનું ખાત મુહુર્ત ધારાસભ્ય દ્વારા કરાયું

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું . તે પ્રસંગે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, ઈસુબભાઈ શેરસીયા, તાલુકા પંચાયત સદસ્ય કીરીટભાઈ નાનજીભાઈ, સરપંચ ડાયાભાઈ માધવજીભાઈ, માજી સરપંચ ભરતભાઈ મહાદેવભાઈ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું..