ટંકારા તાલુકા મથકે આવેલી રાષ્ટ્રીય કૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતે કાયમ ગ્રાહકોનો જમાવડો રહેતો હોય ઉપરાંત, તાલુકા મથકે અનેક ઉધોગો વિકસ્યા હોય બેંક કામકાજમા બેંક અને ગ્રાહકોના વ્યય થતા સમય ને બચાવવા તથા ઈ સિસ્ટમ ને વેગ આપવા બેંક પરીસરમા કેસ ડિપોઝીટ મશીન મુકવા ટંકારાના રઘુવંશી સમાજ ના યુવા અગ્રણીએ માંગણી ઉઠાવી છે.
ટંકારા તાલુકા મથક હોય અહીંયા તાલુકાની એક લાખ માનવ વસતી ઉપરાંત, પંથકમા અનેક નાના મોટા ઉધોગો વિકસ્યા છે. ધંધાદારી ઉપરાંત, નાના મોટા વર્ગ ના પરીવારો પણ વર્તમાન સમયમા હવે બચત, રોકાણ, પગભર થવા લોન સહિતના અનેક કામો માટે નાણાની સલામતી માટે બેંક વહીવટ ને પ્રાધાન્ય આપતા થયા છે. એવા સંજોગોમા સ્થાનિક તાલુકા મથકે એચડીએફસી, બેંક ઓફ બરોડા, સહકારી ડિસ્ટ્રીકટ બેંક સહિતની પાંચ છ બેંકો આવેલી છે. આ બધા વચ્ચે આખા તાલુકામા રાષ્ટ્રીય કૃત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ની માત્ર બે જ શાખા છે. જે પૈકી એક ટંંકારા અને એક મિતાણા મા આવેલી છે. તાલુકા મથકે શહેરના શાંતિ પ્રિય વિસ્તાર ગણાતા જીવાપરા વિસ્તારમા એક જ સરકારી બેન્ક SBI હોવાથી અહીંયા કાયમ ગ્રાહકોનો જમાવડો જોવા મળે છે. તાલુકાનુ વસતી ધોરણ, લોકોમા આર્થિક બાબતો માટે આયોજન ની અવરનેસ ઉપરાંત, નાના મોટા વિકસેલા ધંધા ઉધોગો, પેટ્રોલ પંપ સહિત તાલુકાના ૪૫ ગામડા ના રોજીંદા આર્થિક વહીવટો માટે એસબીઆઈ બેંક ખાતે ગ્રાહકો ની ભીડ રહેતી હોવાથી તેનુ નિરાકરણ કરવા માટે ટંકારાના રઘુવંશી સમાજ ના યુવા અગ્રણી અને પત્રકાર ભાવિન સેજપાલે કેસ રકમ મશીનમાં ડિપોઝિટ થઈ શકે એવુ ડિપોઝીટ મશીન બેંક પરીસરમા મુકવા બેંક અને ગ્રાહકોના હિત મા માંગણી ઉઠાવી હતી. હાલ જેમ બેંક દ્વારા નાણા ઉપાડવા એટીએમ મશીન ઉપલબ્ધ છે એવી રીતે નાણા જમા કરાવવા ડિપોઝિટ મશીન મુકવા માંગણી કરી હતી. ભાવિનભાઈ એ વધુમા જણાવ્યા પ્રમાણે સરકાર પણ ઈ સિસ્ટમ ને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નશીલ છે એવા ટાંણે મેગા સીટી મા જમા ઉપાડ એક જ મશીનમાં થઈ શકે એવી વ્યવસ્થા હોય છે એવી વ્યવસ્થા ટંંકારા તાલુકા મથકે આપવા એસબીઆઈની વડી કચેરી ને રજુઆત કરવામાં આવી છે.